રૂડીને રંગીલી રે...- નરસિંહ મહેતા
અક માસ પહેલાં આ ગીત પ્રાણલાલ વ્યાસના સ્વરમા મુક્યું હતું. જો કે બધાનો મત હતો કે સ્ત્રીના અવાજમાં આ ગીત વધુ સુંદર લાગે તો લો. હાજર છું આ ગીત, ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં. મન મૂકી માણૉ.
ગીત - નરસિંહ મેહતા
સ્વર - પ્રાણલાલ વ્યાસ
સંગીત - નાનજીભાઇ મિસ્ત્રી
ફિલ્મ - શેતલને કાંઠે
સ્વર - ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
સંગીત - ???
રૂડીને રંગીલી, વ્હાલા, તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,
આ પાણીડાની મધ્યે રે, જીવણ જોવાની ચર્ચા રે લોલ
આ બેડાં મેલ્યાં માનસરોવર પાળ્ય જો
આ ઇંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળ્યમાં રે લોલ
આ ગોપી હાલ્યાં, વનરાવનને મોધાર જો
આ કાનવર કોડીલા કે કેડો મારો રોકી ઉભા રે લોલ
કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો
આ બાપુની હઠીળી નણંદ બેડાં તોલ કરે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝંકાર જો
આ હળવા હળવા હલ્લો કરે રાણી રાધીકા રે લોલ
જીવલડો મારો આકુળવ્યાકુળ થાય જો
આ કંઇ આંખોએ દીંઠા કામણગારા કાન ને રે લોલ
આ નીરખી નીરખી થઇ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને ભલે મળ્યા રે લોલ



0 પ્રત્યાઘાતો:
Post a Comment