Monday, 31 May 2010

મારે રુદિયે બે મંજીરા - ભગવતીકુમાર શર્મા

કવિ ભગવતીકુમાર શર્માને તેમનાં જન્મદિનની હાર્દિક શુભેચ્છા. તેમનાં જન્મદિને સાંભળીયે તેમની આ અમર રચના.



કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડિયા


સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય



મારે     રુદિયે     બે    મંજીરા,
એક     જૂનાગઢનો     મહેતો
બીજી     મેવાડની       મીંરા.

કૃષ્ણ કૃષ્ણના રસબસ છલકે
પડે        પરમ        પડછંડા
એક મંજીરે ઝળહળ   સૂરજ,
બીજે       અમિયેલ     ચંદા.

શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના
સરસર       વહત      સમીરા.

હે એક રાસ ચગ્યોને હૈડે હોંશે,
હાથની         કીધિ     મશાલ.
વિષનો પ્યાલો હોઠ  પામીને
નરદમ     બન્યો       નિહાલ.

હરિજન તો ગહન -  ગંભીરાં
જ્યમ     જમુનાનાં     નીંરા.
(Image : sureshbjani.wordpress.com)

1 પ્રત્યાઘાતો:

davekrunal46 Tuesday, June 01, 2010 2:20:00 AM  

Very good. Especially online audio.

Copyright 2009-2011 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP