રોઇ રોઇ આંસુની ઉમટે નદી - અનિલ જોશી
કવિ - અનિલ જોશી
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
ફિલ્મ - કાશીનો દિકરો
રોઇ રોઇ આંસુની ઉમટશે નદી તો, એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.
વાદળ વરસે ને બધી ધારા વહી જાય, પછી ગોકુળીયું ગામ ત્યાં વસાવજો.
આંખોમાં સમરાંગણ ઉઠશે ફણાંની જેમ, પાંપણના દ્વાર કેમ બેસું,
હો એક પછી એક પાન ખરશે કદંબના રે, મેળામાં વિખરાતાં રહેશું,
છલકાતું વ્હેણ કદી હો'લાતું લાગે તો વેળુંમાં વીરડાં કરાવજો.
પૂનમની એકાદી રાતનાં ઉજાગરાને સાટે જીવતર લખી જાશું,
હો... અમથું એ સાંભરતું એકાદા વેણ હૈયું વિધાવીને જાવું
ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો વનરાવન વાટે વળાવજો.
લીલુડાં વાટ વન વાઢશો ના કોઇ, ને મોરપીંછયુંને ભેડી કરાવજો.

0 પ્રત્યાઘાતો:
Post a Comment