મારા ભોળા દિલનો - રમેશ ગુપ્તા
એક માસ પહેલા મુકેશના સ્વરમાં મુકેલું આ અમરગીત ફરીથી માણીયે આસિત દેસાઇના સ્વરમાં.
કવિ - રમેશ ગુપ્તા
સ્વર - આસિત દેસાઇ
સ્વર - મુકેશ
સંગીત - રમેશ ગુપ્તા
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને... મારા ભોળા દિલનો.
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો.
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
એક બોલ પર એના મેં મારી જિંદગી વારી,
એ બેદરકારને ક્યાંથી કદર હોય અમારી?
આ જોઇને, ને રોઇને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગીભર આહા! કરીને?
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારના વહેવારનો વેપાર બાકી છે.
બંને દિલોના મળવા, હજી તાર બાકી છે.
અભિમાનમાં ફુલાઇ ગયું, જોયું ના ફરીને ચાલ્યાં ગયાં.
કવિ - રમેશ ગુપ્તા
સ્વર - આસિત દેસાઇ
સ્વર - મુકેશ
સંગીત - રમેશ ગુપ્તા
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને... મારા ભોળા દિલનો.
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો.
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
એક બોલ પર એના મેં મારી જિંદગી વારી,
એ બેદરકારને ક્યાંથી કદર હોય અમારી?
આ જોઇને, ને રોઇને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગીભર આહા! કરીને?
ચાલ્યાં ગયાં આ ંખોથી આંખો ચાર કરીને
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારના વહેવારનો વેપાર બાકી છે.
બંને દિલોના મળવા, હજી તાર બાકી છે.
અભિમાનમાં ફુલાઇ ગયું, જોયું ના ફરીને ચાલ્યાં ગયાં.


1 પ્રત્યાઘાતો:
એનું સંગીત પણ રમેશ ગુપ્તાએજ આપ્યું છે.
Post a Comment